BANASKANTHAPALANPUR

વડગામ ના લિંબોઈ ખાતે શ્રી સુંધા ચામુંડા માતાજી પાટોત્સવ ભંડારા ઉજવણી મહોત્સવ યોજાયો

5 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આ અંગે પુષ્કર ગોસ્વામી એ જણાવ્યું હતું કે ગતરોજ વડગામ ના લિંબોઈ ખાતે શ્રી સુંધા ચામુંડા માતાજી પાટોત્સવ ભંડારા ઉજવણી મહોત્સવ સંત શિરોમણી ધર્મ ધુરંધર 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી રવિ શરણાનંદગીરીજી મહારાજ શ્રી ના અધિષ્ઠાન પદે તેમના પાવન સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે ભક્તિરસનું પાન કરાવતાં વાલેર મઠના મહંત શ્રી સુખદેવ પુરીજી મહારાજે જણાવ્યું હતું કે સાત્વિક કર્મથી અને સંતોના દર્શન કરવાથી માનવ પાવન બને છે. મહંત જગદીશ પુરીજી મહારાજ ચોહટન રાજસ્થાન, મહંત દોલતપુરીજી હીરા પુરીજી મહારાજ રૂપપુરા મઠ બનાસકાંઠા વિસનગર અખાડા મઠ મહંત શંકર નાથ મહારાજ, યોગ ગુરુ શ્રી પ્રદીપજી મહારાજ સુરત રામદેવ આશ્રમ અરાવલ્લી મેઘરજ સંત શ્રી દિપકદાસ મહારાજ સહિત સંતો મહંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. લિંબોઈ શ્રી સુંધા ચામુંડા માતાજી મહંત ભાવપુરી મહારાજે સ્વાગત પ્રવચન કર્યું હતું . આ પ્રસંગે બનાસ બેંક ડિરેક્ટર કે.પી.ચૌધરી, માર્કેટ યાર્ડ ચેરમેન પરથીભાઈ લોહ , તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાણા, તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ બાલકૃષ્ણ જીરાલા, જિલ્લા ભાજપ અગ્રણી શતિષભાઈ ભોજક, પાટણ લોકસભા મિડિયા ઇન્ચાર્જ પુષ્કર ગોસ્વામી સહિત રાજકીય, સહકારી, સામાજિક, સેવાભાવી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ, લિંબોઈ ડેરી ચેરમેન નારાયણ ભારથી ગોસ્વામી, સંતો, મહંતો, ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ગેલેક્સી સ્કૂલ પ્રમુખ કાનજીભાઈ ચૌધરી મેપડા, સામાજિક કાર્યકર ચંપકલાલ બારોટ, નિયામક પ્રવિણભાઈ ચંડીસા, સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત શ્રી સુંધાજી ધામ પરિવાર દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ગેલેક્સી સ્કૂલ સ્ટાફગણ વિદ્યાર્થી ભાઈ બહેનોએ કાર્યક્રમ સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button