
તારીખ ૪ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના અડાદરા પે.સેન્ટરની પરુણા પ્રાથમિક શાળામાં ૩૧ માર્ચના દિવસે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન માં બીટ નિરીક્ષક પૂર્વ બીટ સુભાષભાઈ પટેલ ,ગણપતસિંહ જાદવ આચાર્ય ખેડા પ્રાથમિક શાળા,સી.આર.સી કો. હિંમતસિંહ ઝાલા અને પે-સેન્ટર ની દરેક શાળાના આચાર્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.પરુણા ગામના સરપંચ વર્ષાબેન પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં શાળાના બાળકોએ સ્વાગતગીત,ગરબો, આદિવાસી નૃત્ય,નાટકો, દેશભક્તિ ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. ત્યારબાદ ઇનામ વિતરણ પણ કરવામા આવ્યું. શાળાના આચાર્ય નરેશભાઈ શાભાઈ જાદવે આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે કાલોલ તાલુકા ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને શાળા પરિવારના સભ્ય એવા યુવરાજસિંહ કે. જાદવ તથા કાલોલ તાલુકા શૈક્ષિક મહા સંઘના ઉપાધ્યક્ષ અર્જુનસિંહ જાદવે ઉપસ્થિત સર્વે ગ્રામજનોને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. સર્વે બાળકોને તિથિભોજન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.










