MORBIMORBI CITY / TALUKO

વાંકાનેરમાં AAA ગ્રુપ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 111 કિલો શુદ્ધ ઘી ના લાડુનું વિતરણ કરાયું

વાંકાનેરમાં AAA ગ્રુપ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 111 કિલો શુદ્ધ ઘી ના લાડુનું વિતરણ કરાયું

“ઉનાળાની ગરમીમાં ઠંડી છાશ વિતરણ કરી ઠંડા પાણીનું પરબ ઉનાળા અંતર્ગત શરૂ કરાયું”

 

(આરીફ દિવાન દ્વારા) મોરબી:વાંકાનેર ખાતે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે ધાર્મિક વિવિધ કાર્યક્રમો દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ AAA સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 111 કિલો ચોખા શુદ્ધ ઘી ના લાડુ વિતરણ કર્યા હતા ઠંડી છાશ પાણી તેમજ આ AAA સોશિયલ ગ્રુપ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાને રાખી પીવાના પાણીનું પરબ ઉનાળા અંતર્ગત ગ્રીન ચોક મેન બજારમાં શરૂ કર્યું છે જેથી આ ઉનાળાની કાળજાળ ગરમીમાં વાંકાનેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવતા લોકો તેમજ વિદ્યાર્થીઓને પીવાના પાણીની હાલાકી ના પડે તે માટે ઉનાળામાં ત્રણ મહિના પૂરતું પાણીનું પરબ શરૂ કર્યું છે જેથી સમગ્ર વાંકાનેર પંથકમાં AAA સોશિયલ ગ્રુપ દ્વારા વાર તહેવારે સેવા લક્ષી કાર્ય અંતર્ગત કાર્યક્રમો આપવામાં આવતા હોય છે ત્યારે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે લડુ ઠંડી છાશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે તસવીર મધ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button