NAVSARI

ડાંગ જિલ્લામાં N.F.S.A.રેશનકાર્ડ રદ કરવાનો નિર્ણય પરત ખેંચવા બાબતે અધિક કલેકટરને આવેદનપત્ર..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લા એસ.યુ.સી.આઈ દ્વારા આદિવાસી વિસ્તારમાં 83000 N.F.S.A.રેશનકાર્ડ રદ કરવાનો નિર્ણય તાત્કાલીક ખેંચવા બાબતે ડાંગ અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ…ડાંગ જિલ્લા એસ.યુ.સી.આઈ કમ્યુનિષ્ટ સંગઠન દ્વારા ડાંગ અધિક ક્લેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે છેવાડેનાં અતિ ગરીબ લોકો ભુખ્યા ના રહે તે માટે રાજય સરકાર દ્વારા અન્ન સુરક્ષા યોજના બનાવવામાં આવી છે.પરંતુ ગુજરાત સરકારે કોઈ પણ આર્થિક સર્વે કર્યા વિના જ આદિવાસી વિસ્તારમાં N.F.S.A. રેશનકાર્ડ રદ કરવાની યોજના બનાવી છે.અને સરકારનાં આ આદેશનાં પગલે ડાંગ સહિત આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં કુલ 83000થી વધુ N.F.S.A. રેશનકાર્ડ રદ કરાશે.જેનો અમો એસ.યુ.સી.આઈ ( કમ્યુનિસ્ટ )સંગઠન વિરોધ કરીએ છીએ.અને માંગ કરીએ છીએ કે સરકાર દ્વારા કોઈ પણ રેશનકાર્ડ રદ કરવામાં ન આવે. અને રેશનીંગ દુકાનમાં પુરતો પુરવઠો આપવામાં આવે કેમ કે એક તરફ રાજય સરકાર ગરીબ પરીવારોને મફત અનાજ વિતરણ કરી વાહ વાહી મેળવે છે.અને ગુજરાતનાં ગરીબ લોકો ભુખ્યા ના સુવે તેવો દાવો કરવામાં આવી રહયો છે.બીજી બાજુ રાજય સરકાર ગરીબ આદિવાસી પરીવારોનાં રેશનકાર્ડ રદ કરી રહી છે.તે કેટલુ યોગ્ય છે.જેમાં રાજય સરકારે ગુજરાતના 11 જિલ્લાનાં 30 થી વધુ તાલુકાનાં કુલ 83000થી વધુ પરીવારોના રેશનકાર્ડ રદ કરવાની કામગીરી હાથ ધરી છે.આ રેશનકાર્ડ રદ થવાથી 5 લાખથી વધારે લોકોને અસર થશે.આ રીતે ગરીબ આદિવાસીઓનો અન્નનો કોળીયો છીનવાઈ જશે.એટલુ જ નહી હજારો ગરીબ આદિવાસી નેશનલ ફુડ સિકયુરીટી એકટ ( N.F.S.A )નાં લાભથી વંચિત થઈ જશે.જેમાં ડાંગ જિલ્લાનાં પણ 7595 રેશનકાર્ડ રદ કરી દેવાયા છે.તે ફરી ચાલુ કરવામાં આવે.વધુમાં ડાંગનાં મોટા ભાગનાં લોકો તીવ્ર ગરીબીમાં જીવે છે.60 હજારથી વધારે લોકો 8 મહીના સુધી સુગર ફેકટરીમાં કાળી મજૂરી કરીને જીવે છે.અહીં ડાંગમાં કોઈ પણ કાયમી રોજગારીની સુવિધા નથી.જો આવી પરિસ્થિતીમાં તેમના રેશનકાર્ડ રદ થઈ જશે તો લોકો જીવશે કેવી રીતે ? ગરીબ આદિવાસીને ઘર ચલાવવુ મુશ્કેલ થઈ જશે.આમ પણ પહેલે થી જ સરકાર ધ્વારા આદિવાસી વિસ્તારોમાં કેરોશીન બંધ કરી દેવામા આવ્યુ છે.તે ફરી ચાલુ કરવામાં આવે એવી પણ માંગણી કરી છે.ડાંગ જિલ્લા એસ.યુ.સી.આઈ દ્વારા આજરોજ અધિક કલેકટર ડાંગને આવેદનપત્ર આપી જણાવ્યુ છે કે તેઓની માંગણીઓનો સત્વરે ઉકેલ આપવામાં આવે અને જો આ બાબતે સરકાર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તો સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે..

[wptube id="1252022"]
Back to top button