થરામાં મર્યાદા પુરષોત્તમ રામચંદ્ર ભગવાન ની ૩૦ મી રામનવમી નીમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી

31 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
થરા થી નટવરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર ૧૯૯૪ થી શ્રી રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે.૨૦૧૭ થી શોભાયાત્રા નિમિતે કોઈ પણ પ્રકારે દાન લેવામાં આવતું નથી.કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી રામજી મંદિરે સવારે ૯ થી બપોર ૧૨ કલાક સુધી સંકિર્તન ભજન, જન્મોત્સવ બાદ ૩૦ મી શ્રીરામ નવમીની ભવ્ય શોભાયાત્રા શ્રી રામ સેવા સમિતિ દ્વારા કાઢવામાં હતી.શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને જયશ્રી રામ ના નારા સાથે સમગ્ર થરા નગર ગુંજી ઉઠ્યું હતું.અત્યારના સમયમાં ધીરે ધીરે ફેશન-વ્યસન અને સુધારાના નામે ભારતીય સંસ્કૃતિના તહેવારો ભૂલાઈ રહ્યા છે.અને વિધર્મી તહેવારો હોંશે હોંશે ઉજવાય છે.જેમ કે ફેન્ડશીપ ડે,વેલેન્ટાઇન ડે,થર્ટી ફસ્ટ,નાતાલ, બર્થ ડે,રોઝ ડે જેવા જાતજાતના ડે ઉજવી રહેલો હિન્દુ સમાજ સનાતન ધર્મના તહેવારો ભુલી રહ્યો છે. ત્યારે શ્રીરામ સેવા સમિતિ થરા દ્વારા હિન્દુ સમાજને પોતાની અસ્મીતા અને ગૌરવને યાદ અપાવવા ૧૯૯૪ થી પરંપરાગત આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રીરામજી મંદિરેથી શ્રીરામ સેવા સમિતી દ્વારા ચૈત્ર સુદ-૯ ને ગુરૂવાર તા ૩૦-૦૩-૨૦૨૩ ના રોજ બપોરે ૩ કલાકે શોભાયાત્રા શરણાઈની સુરાવલીઓ બેન્ડના તાલે નીકળી શ્રી બહુચર માતાજી મંદિર,જૈન શેરી,મોચી શેરી, તેરવાડિયાવાસ ના નાકે આવતા તેરવાડીયાવાસ તરફથી ઠંડી છાશનું,રાવણા રાજપૂત યુવા સંગઠન દ્વારા લીબુ સરબતનું આપવામાં આવ્યું. શોભાયાત્રા ત્યાંથી ઓગડવિદ્યા મંદિર રોડ,માર્કેટ ગરનાળું થઈ થરા શહેર ની પ્રદક્ષિણા કરી નીજ મંદિરે પરત પહોચેલ.રાજા બહુચર ગ્રુપના દરેક સભ્યો હાજર રહી પ્રસંગને દિપાવવા અથાગ મહેનત કરતા જોવા મળ્યા હતા આ પ્રસંગે થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગરપાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા,કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા,વિક્રમસિંહ વાઘેલા,વહેપારી અગ્રણી કિરીટભાઈ ઠક્કર,જેન્તીભાઈ આર.ઠક્કર,માનદેવસિંહ ચતરસિંહ વાઘેલા ભલગામ,વાઘેલા વનરાજસિંહ કનકસિંહ વડા, ભુપેન્દ્રસિંહ ડી.પરમાર સહિત તાણા-થરા નગરજનો હાજર રહેલ.થરા પી.એસ.આઈ. પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત થરા પોલીસ સ્ટાફ શોભાયાત્રામાં જોડાઈ ફરજ બજાવેલ.શ્રીરામચંદ્ર ભગવાનની આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડેલ.થરા 



