
તા.૩૦.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોનાં માર્ગદર્શન હેઠળ શ્રી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઇ હતી. જેમાં કંજરી રામજી મંદિરના મહંત પ.પૂ.રામચરણદાસ મહારાજ,હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહા અનુભવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ સ્કૂલ ખાતેથી ગુરૂવારના રોજ સાંજના સુમારે શ્રીરામ નવમીની ભવ્ય શોભાયાત્રાનો આરંભ કરાયો હતો.જેમાં જય શ્રી રામ જય જય રામના ગગનભેદી નારાઓના જય ઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી.જેમાં શોભાયાત્રામાં વિવિધ મલખમ બાળ ગ્રુપ તેમજ કલરવ શાળાના બાળકો દ્વારા ભગવાન રામ લક્ષ્મણ સીતા માતા હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બનવા પામ્યું હતું.જ્યારે આ શોભાયાત્રા નગરના ખાતે રહી કંજરી રોડ પર આવેલ રામેશ્વર મંદિર ખાતે પહોંચી સમાપન થઈ હતી.જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હાલોલ સહિત તાલુકાના શ્રીરામ ભક્તો જોડાયા હતા જ્યારે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.










