GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

એક મહિનાના કારણે અનેક બાળકોનું એક વર્ષ બગડશે, વાલી મંડળે સીએમને લખ્યો પત્ર

રાઈટ ટુ એજ્યુએશન – RTE અંતર્ગત ધોરણ-1માં બાળકોના પ્રવેશ અંગે 6 વર્ષની વય મર્યાદા અંગે મોટો પ્રશ્ન ઉભો થયો છે. ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ-1માં રાઈટ ટુ એજ્યુએશન (Right to Education) અંતર્ગત પ્રવેશને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે.

RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે બાળકના  છ વર્ષ  પૂરા થવા જરૂરી છે. જે નિયમ બાદ ઘણા વાલીઓને પોતાના બાળકોનું એક વર્ષ બગડવાની ચિંતા સતાવી રહી છે. કારણકે જો જો મહિનામાં બાળકની ઉમેર 5  વર્ષ 11 મહિના થયા હોય તો પણ RTEમાં ફોર્મ ભરી ન શકાય. જેથી ઓલ ગુજરાત વાલી મંડળ CMને પત્ર લખીને એક મહિનાની વધું છૂટછાટ આપવા માટેની માંગણી કરી છે.

30 ટકા બાળકો મે મહિનામાં જન્મેલા હોવાથી ધોરણ-1માં પ્રવેશ નહીં મેળવી શકે. એક મહિનાના કારણે બાળકો એડમિશનથી વંચિત ન રહે અને તેમનું એક વર્ષ બગડે નહિ તેથી ઍક મહિનો વધારવાની  માંગ કરવમાં આવી છે,  જેથી બાળકોને એડમિશન મળી શકે છે.

[wptube id="1252022"]
Back to top button