રમઝાન માસ માં સાધલી ગામના મુસ્લિમ યુવાનો દ્વારા હોલસેલ ભાવે ફ્રૂટ નું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી


શિનોર તાલુકાના સાધલી ગામે મુસ્લિમ નવ યુવાનો દ્વારા પવિત્ર રમઝાન માસ ને લઈ વગર નફફાનાં ધોરણે હોલસેલ ભાવે ફ્રૂટ નું વિતરણ કરવામાં આવતા યુવાનોની સરાહનીય કામગીરી ને લોકોએ બિરદાવી હતી.
વાત કરીએ તો અત્યારે મુસ્લિમ સમાજ નો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોય મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી ખુદાની ઈબાદત માં મશગુલ થઈ જતાં હોય છે.મુસ્લિમ સમાજના લોકો અત્યાર ની સખત ગરમીમાં સતત તેર કલાક નો રોજો રાખી અન્ન પાણીનો ત્યાગ કરી રાત્રે રોજો ખોલી ને ખુદાનો લાખો.કરોડો એહસાન માનતા હોય છે.
વાત કરીએ તો અત્યારની કારમી મોંઘવારીમાં ફ્રૂટ નાં ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે સાધલી તેમજ નજીકના ગામોના ગરીબ તેમજ મધ્યમ વર્ગના રોજેદારો માટે આ યુવાનોની હોલસેલ ભાવે ફ્રૂટ આપવાની પહેલ આશીર્વાદ સમાજ બની છે.
નોંધનીય છેકે યુવાનો દ્વારા સાધલી બસસ્ટેન્ડ નજીકમાં ફ્રૂટ નો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે જેથી મુસ્લિમ રોજેદારો તેમજ અન્ય લોકો પણ લાભ લેતા હોવાથી માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી.
ફૈઝ ખત્રી..શિનોર









