કાલોલ તાલુકાની મહિલાને અભયમ મહીલા હેલ્પ લાઇન દ્વારા પારીવારીક ઝગડામાં સહાયરૂપ બની દવા કરાવી

તારીખ ૨૨ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નજીકના વિસ્તારમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર પીડિતાના પતિનો કોલ આવતાં તેમને જણાવેલ કે તેમના ઘરમાં પ્રોપટી નાં કારણે ઝઘડો થવાનાં કારણે તેમની પત્ની આત્મહત્યા કરવાનાં વિચારો કરી રહી છે તેમને સમજાવવા ૧૮૧ ની વાનની મદદ માંગી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિતાનું કાઉન્સિલીંગ કરતાં તેમને જણાવેલ કે તેમનું બે માળનું મકાન બનાવેલ છે જેમાં નીચે તેમનાં દિયર દેરાણી રહે છે અને ઉપરના ભાગમાં તેઓ રહે છે. આજ રોજ નીચેના ભાગમાં તેમનાં છોકરાં રમતાં હતાં તો તેમના દિયરે તેમને નીચે રમવાની નાં પાડી અને તેમનો હિસ્સો ઉપર છે તો ત્યાજ રહે તેમ જણાવ્યું. પીડિતાના દિયરને આવું કહેતા જોઈ પીડિતાએ તેમને જણાવ્યું કે નીચે આગળની ખાલી જગ્યામાં અમારો પણ હિસ્સો લાગે છે તે વાતને લઇને બંને પક્ષમાં લડાઈ થઈ ગઈ .તેમના પતિ અને તેમનાં દિયર સાથે કામધંધો કરે છે જેથી પીડિતાએ તેમના પતિને તેમની સાથે કામકાજ કરવાની નાં પાડી અને પોતાનું અલગ કામકાજ કરે તેમ જણાવ્યું.આ ઝઘડાના કારણે પીડિતાના સાસુ રિસાઈને તેમનાં સગાસંબંધી ને ત્યાં જતાં રહયા જેથી પીડિતાના પતિ તેમની સાથે ઝઘડો કરી અને જણાવ્યું કે મારી માતા તેમજ ભાઈ વિના મારે નહી ચાલે અને હું તેમનાથી અલગ કામકાજ નહી કરું અને આમ જણાવતા પીડિત મહિલા અને તેમના પતિ વચ્ચે ચાર દિવસ સુધી ઝઘડો ચાલ્યો જેથી તેઓ વારંવાર આત્મહત્યા કરી લેવા માટે જણાવતા તેમને તેમની પત્નીને તેમની બહેનના ઘરે મૂકવાં આવ્યા અને ત્યાં થી પીડિતાએ ભાગવાની કોશિશ કરતા ૧૮૧ ની વાનની મદદ માંગી. પીડિતાનાં કાઉન્સિલીંગ દરમિયાન તેમને ચાર દિવસ થી કંઈ પણ ખોરાક લીધો ન હતો અને વધારે પડતાં રોવાના કારણે તેમનું બીપી લો થઈ જતાં તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ માં રિફર કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આમ મહીલા હેલ્પ લાઈન ની ઉતમ કામગીરી ને કારણે આત્મહત્યા નો વિચાર કરનાર મહીલા નું જીવન બચાવી શકાયુ.










