MORBIMORBI CITY / TALUKO

વાંકાનેર : કેરાળા ગામની પ્રા. શાળાના આચાર્યની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી

વાંકાનેર : કેરાળા ગામની પ્રા. શાળાના આચાર્યની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓએ ભીની આંખે પોતાના પ્રિન્સીપાલને વિદાય આપી

રિપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે ૫ વર્ષ આચાર્ય તરીકે ફરજ બજાવી ચેતનકુમાર જી બોસીયાની શ્રી કેરાળા પ્રાથમિક શાળા ખાતે બદલી કરવામાં આવી હતી ત્રણ વર્ષ પહેલા તેમની નિમણુક કેરાળા શાળામાં નિમણુક કરવામાં આવી હતી ત્રણ વર્ષ સુધી શાળામાં ફરજ બજાવી ફરી તેમની બદલી શ્રી પંચાશિયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ લાગણીસભર વિદાય આપી હતી

શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી National Means Cum Merit Scholarship (NMMS), રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી PSE પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેરિટમા સમાવેશ થયા છે. જવાહર નવોદય પરીક્ષામાં પાસ થઈ શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર અને શાળાના આચાર્ય ચેતનકુમાર જી. બોસિયાના માર્ગદર્શન હેઠળ આ સીધી હાંસલ કરી છે. ત્યારે આવા કર્મનિષ્ઠ આચાર્યની બદલી થતા વિદ્યાથીઓ રડી પડ્યા હતા અને ભીની આંખે વિદાય આપી હતી

[wptube id="1252022"]
Back to top button