BANASKANTHADHANERA

ધાનેરામાં આવેલ આઈસીડીએસ શાખા આંગણવાડીની ઓફિસની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી હતી.

=”ધાનેરા તાલુકા પંચાયત ખાતે આજે બનાસકાંઠા જિલ્લા અધિકારી સાહેબે ઓચિંતી મુલાકાત લીધી હતી. તાલુકા પંચાયતમાં તમામ શાખાઓની મુલાકાત લીધી હતી જેમાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત હતા. તમામ શાખામાં જઈ વિવિધ પ્રકારની યોજનાઓ વિશે ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ધાનેરામાં આવેલ આઈસીડીએસ શાખા આંગણવાડીની ઓફિસની મુલાકાત લીધી હતી. આંગણવાડીના બારદાન અને અને તેલ ના ડબ્બા તેમજ પરચુરણ ભંગારમાં લાખો રૂપિયાના કૌભાંડ થયું હોવાનું મીડિયા માં આવતા આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ધાનેરાની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ ઇન્ટરવ્યૂ આપતાં જણાવ્યું હતું કે આ ધાનેરા આંગણવાડીમાં થયેલ કૌભાંડની જાણ ગઈ કાલે મળી છે અને તેની સમગ્ર તપાસ માટે પ્રોગ્રામ ઓફિસરને કહ્યું છે અને તે બાબત નો અહેવાલ મંગાવ્યો છે અને તેમાં દોષિત હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે ધાનેરા ની આંગણ વાડીની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી લેતા આંગણ વાડી ના કર્મચારી ઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હવે જોવાનું એ છે કે આ કૌભાંડ કરનાર સામે કેવા પગલાં ભરવા આવશે.”

..અહેવાલ.. માસુંગ ચોધરી ધાનેરા

[wptube id="1252022"]
Back to top button