
22 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ચૈત્રી નવરાત્રીમાં પરંપરાગત ગાયત્રી અનુષ્ઠાન સાત્વિક સાધના છે : સરપંચ શ્રી પ્રવિણભાઈ પરમારે આ અંગે જણાવ્યું હતું.વધુ માહિતી આપતાં પુષ્કર ગોસ્વામીએ જણાવ્યું હતું કે વડગામ તાલુકા મથક વડગામ ના ગાયત્રી પરિવાર દ્વારા પરંપરા મુજબ ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિશેષ ઉપસ્થિત સરપંચ પ્રવિણભાઈ યુ.પરમારેજણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રીમાં પરંપરાગત ગાયત્રી અનુષ્ઠાન સાત્વિક સાધના છે અનુષ્ઠાન કરવાથી કોઈ બંધન થતું નથી અને છોડી દેવાથી કોઈ નુક્સાન પણ થતું નથી આથી દરેક સાધકે નવરાત્રી સાધના સાથે અનુષ્ઠાન સંપન્ન કરવા જોઈએ.ગાયત્રી ઉપાસક જશુભાઈ રાવલ, ગાયત્રી ઉપાસક કરશનજી સોલંકી, બાબુલાલ મકવાણા એ પ્રાસંગિક વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અનુષ્ઠાન કરવાથી વિશેષ અનુભવો ઉન્નતિ અને પ્રકાશ પ્રાપ્ત થાય છે. કરશનજી સોલંકી એ વધુ માં જણાવ્યું હતું કે નવરાત્રી અનુષ્ઠાન નવદિવસ સુધીજ હોય છે તિથિ વધ ઘટ સાથે નવરાત્રીને કશો સંબંધ નથી.



