JETPURRAJKOT

આધારકાર્ડમાં અપડેશન માટે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા સૂચના

તા.૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

આધારકાર્ડ-પાનકાર્ડ લીંકેજની કામગીરી, ઈ-શ્રમ કાર્ડના લાભાર્થીઓના આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેશન તથા આધાર કાર્ડ સંબંધી અન્ય સુધારા-વધારા માટે હેડ પોસ્ટ ઓફીસ ખાતે વધારાનું કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ ટોકન લીધા વગર કે કોઈ પણ ફોર્મ ભર્યા વગર સંપૂર્ણ ડિજિટલ / પેપરલેસ પ્રોસેસથી આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ તથા મોબાઇલ નંબર ચેન્જ કરવાની સુવિધા તમામ નાગરિકો માટે ઉપલબ્ધ રહેશે, જેનો ચાર્જ બીજા આધાર સેન્ટર મુજબ જ રૂ. ૫૦ લેવામાં આવશે. આ સુવિધાનો નાગરિકોને લાભ લેવા સીનીયર પોસ્ટ માસ્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button