પાવાગઢમાં શ્રીફળ વિવાદ વધુ ઉગ્ર બન્યો,સ્થાનિક વેપારીઓ અને બજરંગદળ દ્વારા તંત્રને પાઠવ્યું આવેદનપત્ર.

તા.૨૦.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વછતાને લઇ મંદિર ખાતે છોલેલું શ્રીફળ લાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમજ દુકાનદાર પણ છોલેલું શ્રીફળ વેચશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.આ આવેલા નિર્ણય તેમજ શ્રીફળ સ્ટેન્ડ માંચી ખાતે લઈ જવા બાબત ને લઇ વેપારીઓ તેમજ પાવાગઢ ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આજે હાલોલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા હાલોલ મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્ર માં જણાવ્યું હતું કે પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.આવનાર યાત્રિકોની આસ્થા તેમજ બાધાં હોય છે.તેઓ માતાજીના દર્શન કરી શ્રીફળ વધેરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતા પુરી કરે છે.પરંતુ હાલમાં પાવાગઢ ટ્રસ્ટ દ્વારા કેટલાક દિવસો અગાઉ મંદિરમાં છોલેલું શ્રીફળ નહિ લાવવું અને હાલ માં જે સ્થળે શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ છે.ત્યાં શ્રીફળ નહિ વધેરવું જેવો નિર્ણય કરેલ છે.અને 22 માર્ચ ચૈત્રી નવરાત્રી ના પ્રથમ નોરતાથી મંદિર થી ત્રણ કિલોમીટર નીચે માંચી ખાતે વધેરવું જે શક્ય નથી.આ યાત્રાળુઓ ની આસ્થા દુભાય તેવો નિર્ણય કરેલ છે. તે ખોટો નિર્ણય છે.ચૈત્રી નવરાત્રી શરુ થવાના ગણતરીના દિવસ બાકી રહ્યા છે.ત્યારે આ અચાનક નિર્ણય થી યાત્રાળુ ની આસ્થા દુભાય તેવો નિર્ણય લીધેલ છે.માતાજીના દર્શને આવતા આદિવાસી પ્રજા શ્રીફળ વધેરતા હોય છે. અને તેમની આસ્થા (માનતા) પુરી કરતા હોય છે.પાવાગઢ ખાતે ગુજરાત સિવાય આજુબાજુના રાજ્યો તેમજ આજુબાજુના જિલ્લામાંથી આદિવાસી પ્રજા ખુબ મોટા પ્રમાણમાં માતાજીના દર્શન કરવા આવે છે અને તે દરેક પગથિયાં ઉપર શ્રીફળ ફોડતા હોય છે.સ્થાનિક વેપારીઓ એ પાવાગઢ મંદિર પરિષદમાં ગંદકી ન થાય તે માટે છોલેલા શ્રીફળ મંગાવ્યા છે બીજી તરફ નવરાત્રી ના 15 દિવસ જાહેરનામું બહાર પડતું હોવાથી શ્રીફળનો સ્ટોક મંગાવી લીધો છે.જો છોલેલા શ્રીફળ મંદિર માં નહિ લઇ જવા દે તો વેપારીઓને મોટા પ્રમાણ માં આર્થિક નુકશાન થાય તેમ છે જે ને લઇ આ બાબતે સ્થાનીક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને સાથે રાખી રાજ્ય ના મુખ્ય મંત્રીને પણ આ બાબતે ઘટતું કરવા રજુવાત કરી છે.જેથી આપ સાહેબ ને આ બાબતે ઘટતું કરવા વિનંતી કરતુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જોકે આ બાબતે હાલોલ વિશ્વહિન્દુ પરિષદ તેમજ બજરંગદળ દ્વારા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય નો વિરોધ કરી હાલોલ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું હતું.અને જણાવ્યું હતું કે મંદિર નાં ટ્રસ્ટીઓ લીધેલો મનસ્વી નિર્ણય તાત્કાલિક બદલે નહિ તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળને જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેવું બજરંગદળ વિભાગનાં સંયોજક જલપેશ સુથારે જણાવ્યું હતું.










