વિશ્વ ચકલી દિન નિમિત્તે કલરવ સ્કુલ દ્વારા ચકલી બચાવો પર્યાવરણ બચાવોના નારા સાથે રેલી યોજાઇ.

તા.૨૦.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 માર્ચે સ્પેરો ડે તરીકે ઉજવવામાં આવે છે.ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને સ્પેરોના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે.આ લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે.આવી સ્થિતિમાં,આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદ્રશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે.જેને લઇ આજરોજ હાલોલ કંજરી રોડ પર આવેલ કલરવ સ્કુલના વિધાર્થીઓ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત માળા અને બેનર સાથે ચકલી બચાવો પર્યાવરણ બચાવોના નારા સાથે રેલી યોજાઇ હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી પરત સ્કુલ ખાતે પહોંચી હતી અને વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરી હતી.આ પ્રસંગે સ્કુલનાં આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપૂરા,સ્કુલનાં ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપૂરા તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.










