KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજાઈ.

તારીખ ૧૭ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત મિલેટ વર્ષે અક્ષરજ્ઞાનની સાથે સાથે જીવન લક્ષી શિક્ષણ મળી રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ ભણતર ઉ૫રાંતના કૌશલ્ય પાક કલામાં હાથ અજમાવ્યો હતો.આ કાર્યક્રમ અનુસંધાને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બે દિવસ ૫હેલા જીવનમાં ભારતીય રસોઈનું મહત્વ સમજાવી બાળકોને બે દિવસનો સમય આપી તમામ વિદ્યાર્થીઓએ જાતે વાનગી બનાવીને લઇને આવવાની હતી. જેમાં કેટલાક બાળકોએ બે કે ત્રણ મિત્રોએ સાથે મળીને વાનગી બનાવી હતી તો કેટલાક વિદ્યાર્થીઓએ એકલાએ બે થી વઘારે વાનગીઓ બનાવી હતી.શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ મિલેટ એટલે બાજરી,જુવાર,નાગલી (રાગી) જેવા સ્થાનિક જાડા ધાનની વાનગીઓથી, બાળકોના પોષણ સ્તરમા કઈ રીતે વધારો કરી શકાય,તેમજ તેનાથી મળતા લાભ વિશે જાણકારી પુરી પાડી હતી.આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી જે જોતા નિર્ણાયકો અને શિક્ષકો તેમજ જોનાર તમામ ગ્રામજનોના મોંમાં પાણી આવી ગયું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પુષ્પાબેન પટેલ અને કાજલબેન બારોટ એ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર પૂજાબેન મકવાણા, દ્વિતીય ક્રમે આવનાર ગીતાબેન પંડ્યા અને તૃતિય ક્રમે આવનાર શીતલબેન જોષીનું પ્રોત્સાહક ઈનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button