AHAVADANG

ડાંગ: સાપુતારામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ શ્રીસંપ્રદાયનાં ધાર્મિક કાર્યકમ માટે બનેલો મંડપ ઉડાડયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લામાં બુધવારની મોડી રાત્રે ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદી પડતા ગિરિમથક સાપુતારામાં વાવાઝોડો ફૂંકાતા ધાર્મિક કાર્યક્રમ માટે તૈયાર કરાયેલો મંડપ ઉડી વેરવિખેર થતાં ભાવિક ભક્તો સહિત આયોજકોમા ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો.ડાંગ જિલ્લામાં મોડી રાત્રે આશરે 3 થી 4 વાગ્યા અરસા ભારે ગાજવીજ અને પવનના સૂસવાડા સાથે કમોસમી વરસાદી માહોલ રહેતાં જન જીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે જ્યારે આજે સવાર દરમિયાનના વાવાઝોડાએ સાપુતારા ખાતે યોજાનાર જગદગુરુ નરેંદ્રાચાર્યજી મહારાજના ધાર્મિક કાર્યક્રમ માટે ભક્તોએ બાંધેલો મંડપ ભારે પવને કારણે ઉડતા આયોજકોમાં અફરાતફરીનો માહોલ સર્જાવાની સાથે ચિંતાના વાદળો ઘેરાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. આવતી કાલે આ કાર્યક્રમ યોજાનાર છે પરંતુ કમોસમી વરસાદે ભાવિક ભક્તોની ચિંતા વધારવાની સાથે ભારે મુંઝવણમાં મુકાયા હતાં

[wptube id="1252022"]
Back to top button