KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે G-20 અંતર્ગત વોર્ડ મીટિંગ યોજાઇ.

તારીખ ૧૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ G-20 અંતર્ગત નગરપાલિકા કોમ્યુનિટી હોલ કાલોલ ખાતે વોર્ડ મીટિંગ યોજાઇ હતી જેમાં કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.કાર્યક્રમમાં કાલોલ કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકર, રાવળ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ દીપલ કુમારી તેમ જ નગરપાલિકા વોર્ડના સભ્યો,નગરપાલિકા ના કર્મચારીઓ,સફાઈ કામદારો અને આઈ.ટી.આઈ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપપ્રાગટય કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય વસુધૈવ કુટુમ્બકમની ભાવના વિકસાવવા “એક પૃથ્વી,એક કુટુંબ,એક ભવિષ્ય સફળ બને એ દિશામાં G 20 દેશોમાં ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બને એ દિશામાં એક વૈશ્વિક પ્રતિભા તરીકે ઊભરી આવે એવી દિશામાં માનનીય પ્રધાનમંત્રીના વૈચારિક અભિગમને કુમાર શાળાના આચાર્ય રાકેશકુમાર ઠાકર અને શૈફાલીબેન ઉપાધ્યાય દ્વારા વક્તવ્ય સ્વરૂપે રજૂ કર્યો હતો. કાર્યક્રમ નું સમાપન સર્વેનો આભાર માની દિપલબેન દ્વારા કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button