
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં ચાર વર્ષ અગાઉ નરેગા યોજના હેઠળ ખેડૂતોએ કૂવાનું કામ કર્યા બાદ તે કામ અધુરુ જ રહી જતા કુવાઓનું કામ કરનાર તંત્ર એ લાભાર્થી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કુવા તો ખોદયા પરંતુ સરકારી યોજનાનો લાભ નહીં મળતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.
ડાંગ જિલ્લામાં સરકારની નરેગા યોજના હેઠળ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ખેડૂતોની જમીનમાં કુવા ખોદી આપવાની યોજના મૂકી આ યોજનામાં કુવા ખોદનાર ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરાઈ હતી જે જાહેરાતને ધ્યાને રાખી ડાંગ જિલ્લામાં હજારો ખેડૂતોએ પોતાની જમીનમાં 8 થી 10 ફૂટ જેટલા કુવાઓનું ખોદકામ કરાયું છે જે બાદ લાભાર્થી ખેડૂતોને લાભ આપવામાં આવ્યો નથી તેમ જ કુવાના બાંધકામ માટે એજન્સી થકી સિમેન્ટ પૂરું પાડવાની યોજના હતી પરંતુ જે તે એજન્સી એ સરકારમાંથી સિમેન્ટની ગ્રાન્ટ વટાવી લઇ ખેડૂતોને સિમેન્ટ પૂરું પાડ્યું નથી હવે સિમેન્ટના ભાવ વધી ગયા છે એટલે જુના ભાવમાં અમે સિમેન્ટ કઈ રીતે આપી શકીએ એવા એજન્સી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે લાભાર્થીઓના જણાવ્યા પ્રમાણે જેની પાસે સિમેન્ટ આપવાની એજન્સી હતી તે એજન્સીના સંચાલકોએ ખેડૂતોનું સિમેન્ટ ઓહિયા કરી ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે ખેડૂતોએ તેમની મહામૂલી ખેતીની જમીનમાં કુવા ખોદયા છે પરંતુ કુવા નું કામ તો ટલે ચડ્યું છે. ખેડૂતો આ કૂવામાંથી નહી પિયત કરી શકતા ના તો આ જમીનમાં ખેતી કરી શકે તેવી સ્થિતિમાં મુકાયા છે. કામો અધૂરા રહેતા ખેડૂતો માટે આ યોજના નિરર્થક સાબિત થઈ રહી છે. આ અંગે ડોન ગામના મહિલા લાભાર્થી સબી બેન આનંદભાઈ ગાયકવાડ એ લોકપાલ આયોગ ને ફરિયાદ કરી કુવાનું અધૂરું કામ સત્વરે પૂરું કરવામાં આવે તેવી માંગણી કરી હતી.





