થરાદ તાલુકાના લવાણા કળશ ગામે શીતળા માતાજીના મેળામાં દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે ચા-પાણી ફ્રી સેવા કેમ્પ યોજવામાં આવ્યો


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
થરાદ તાલુકાના લવાણા ગામ કળશ શીતળા માતાજીના મેળામાં દર્શન કરવા આવતા મેળામાં ભાવિ ભક્તો માટે શ્રી રામદેવ સેવા કેમ્પનું ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું જે અનુસાર ચા-પાણી દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે સેવાનો તમામ ખર્ચ ઠાકોર રમેશભાઈ પુનમાજી લવાણા કળશ ગામના વતની છે તેમના દ્વારા કલેશહર શીતળા માતાજીના દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે ચા-પાણી ની ત્રણ દિવસ ફ્રી સેવા નું આયોજન કરવામાં આવ્યું. રમેશભાઈ પુનમાજી ઠાકોરને સાથ અને સહકાર આપનાર આયોજકો જેમ કે વાઘેલા અનાજી (મા. સરપંચ,) વાઘેલા અનાજી દરભાજી, વાઘેલા શંકરજી હાદાજી, વાઘેલા દલપતજી મશરૂજી, વાઘેલા હાલાભાઇ રવાજી, વાઘેલા સોભાભાઈ ચમનાજી, વાઘેલા જયંતીભાઈ વેનાજી લવણ કળશ ગામે કલેશહર માતાજીના ધામે ત્રણ દિવસ લોક મેળો રહેશે . ભાવિ ભક્તો ત્રણ દિવસ મેળાની મોજ માણશે.



