DANGWAGHAI

ડાંગ: વઘઇના મકરધ્વજ મંદિરનાં રૂમમાં ૩૫ વર્ષીય યુવાન અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવ ટુંકાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ નજીકનાં મકરધ્વજ મંદિરનાં રૂમમાં 35 વર્ષીય યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી….પ્રાપ્ત વિગતો અનુસાર અમિતભાઈ વિનોદભાઈ પટેલ.ઉ.35 રે.આશાનગર વઘઇ જેઓએ સાપુતારા વઘઇ માર્ગ પર આવેલ મકરધ્વજ મંદિરનાં રૂમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.અમિત પટેલ નામનો આ યુવક ગતરોજ સાંજથી મકરધ્વજ મંદિરનાં રૂમમાં ગયા બાદ 14મી તારીખે સવાર સુધી બહાર ન આવતા પરિવારજનોએ રૂમમાં જઈને જોયુ તો આ યુવાનની લાશ મંદિરમાં આવેલ રૂમનાં મોભનાં લાકડા સાથે ધજાની ચુંદડી વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી.આ બનાવની જાણ વઘઇ નગરમાં થતા નગરનાં આગેવાનો સહીત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે મૃતક યુવાનની માતા દેવીબેન વિનોદભાઈ પટેલની ફરીયાદનાં આધારે અમોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button