BANASKANTHAPALANPUR

પેથાણી વિદ્યાસંકુલ, ગઢ સંલગ્ન માણેક બા હોલ માં ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો

13 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલ ખાતે આવેલ માણેકબા હોલમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ મુખ્ય મહેમાનશ્રી બનાસકાંઠા DEO ઓફિસના ઈ.આઈ અધિકારી માન. શ્રીમતી ગીતાબેન ચૌધરી અને અતિથિ વિશેષ શ્રી સરસ્વતી કેળવણી વિકાસ ટ્રસ્ટ મડાણાના ટ્રષ્ટીશ્રી અને ઉધોગપતિ માન. શ્રી મફતલાલ ડી. ભુટકા અને રોટરી સેવાદળ ગઢ ના પ્રમુખશ્રી દેવજીભાઈ કણેરની ઉપસ્થિતમાં યોજાયો આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાની નાની દીકરીઓ દ્વારા સુંદર મજાનું અભિનય સાથે સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.વિદાય લેતા ધો. 10 અને 12 ના વિધાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક મહેમાનશ્રીઓ દ્વારા વિધાર્થીઓને સારા પરિણામ બાબતે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા, છેલ્લે ચાલુ વર્ષેના હસ્ત લેખિત ક્ષિતિજ અંકનું વિમોચન EI અધિકારીશ્રી ગીતાબેન ચૌધરી ના હસ્તે કરવામાં આવ્યું હતું. રોટરી સેવાદળ ગઢના પ્રમુખશ્રી દ્વારા વિદાય લેતા 350 બાળકોને બોલપેન ગિફ્ટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ શ્રી ગઢ કેળવણી મંડળના પ્રમુખશ્રી ખોડીદાસ એ. પટેલ, કારોબારી અને સલાહકાર સભ્યશ્રીઓ, સંસ્થાના નિયામકશ્રી સુનિલભાઈ પટેલ, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, આજુબાજુની શાળાઓના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો અને વિધાર્થી ભાઈ-બહેનોની હાજરીમાં યોજાયો.

[wptube id="1252022"]
Back to top button