
તા.૧૨.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
મહિલા વિકાસ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ નગરપાલિકા ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૮૦ થી વધુ બહેનોએ હાજરી આપી હતી.મહિલા વિકાસ મંડળ બહેનોને બચતની સાથે જુદા જુદા સમાજ અને ધર્મની બહેનો જ પ્લેટોફોર્મ પર ભેગા થઈ બહેનોના પ્રશ્નોની ચર્ચા થાય અને મહિલાઓના અધિકાર ની ચર્ચા થાય તે હેતુસર આ મંડળ બચતના માધ્યમથી પંચમહાલના વિવિધ ગામો સુધી કામગીરી કરી રહી છે અને સાથે સાથે મહિલાઓને યોજનાઓ પહોંચ માટે કાર્ય કરે છે.મહિલા દિવસ કાર્યક્મ માં મહિલા દિવસનો ઇતિહાસ, મહિલા સુરક્ષા બાબતના કાયદાઓ,વિવિધ સરકારી યોજનાઓ જેમાં વ્હાલી દીકરી યોજના,ઈ શ્રમ કાર્ડ, કુંવર બાઈનું મામેરું,શિક્ષણ ને લગતી યોજનાઓ, આર્થિક પગભર થવા માટે લોન તેમજ માનવ ગરિમા યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ફારૂકભાઈ બાગવાલા દ્વારા આવેલ તમામ મહિલાઓને સાડીનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અને આવેલ તમામ મહેમાનોને પણ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્મમાં મહિલા વિકાસ મંડળના સેક્રેટરી યાસ્મિન શેખ, વહીવટ કર્તા ફારૂક બાગવાલા, નગરપાલિકા માજી સદસ્ય મકસુદા બાગવાલા, નગરપાલિકાના SMID મેનેજર હેતલ જાદવ, તાન્જેનિયા થી પરત આવેલ સામાજિક કાર્યકર એવા શિલ્પા પોલ આ સિવાય ફરીદા શેખ, મીનાક્ષીબેન, ઈરફાન શેખ, તેમજ સમીર સોડાવાલાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવમા યોગદાન આપ્યું હતું.










