
તા.૧૨.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા રામદેવજી મહારાજના મંદિરે ૧૧ માં પાટોત્સવની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.સમસ્ત મારવાડી સમાજ દ્વારા સ્ટેશન રોડ તથા મંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.જ્યારે મંદિર ખાતે ભજન સત્સંગ તથા હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે રામદેવજી મહારાજના મંદિર ખાતે ૧૧ માં પાટોત્સવની ઉજવણી દરમિયાન બે દિવસિય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સમસ્ત મારવાડી સમાજ દ્વારા દર વર્ષે રામદેવજી મહારાજ નો પાટોત્સવ હર્ષ ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવે છે.જ્યારે આજે વહેલી સવારે ૭ કલાકે રામદેવજી મંદિર ખાતે હોમાત્મક યજ્ઞ યોજાયો હતો.અને ત્યારબાદ સવારે ૮ કલાકે મંદિર ખાતે ભવ્ય આરતી કરાઈ હતી. અને રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરનાં મુખ્ય માર્ગો પર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના અગ્રનીઓ અને નગરજનો જોડાયા હતા.અને રામદેવ યુવક મંડળ હાલોલ અને સમસ્ત મારવાડી સમાજના સંયુક્ત પ્રયાસોથી ૧૧ માં પાટોત્સવની ઉજવણી આનંદ ઉત્સાહનાં વાતાવરણમાં કરવામાં આવી હતી.જેને લઇ મારવાડી સમાજ માં પણ ભારે આણંદ ઉત્સવ જોવા મળ્યો હતો.










