બેંક ઓફ બરોડા દુણીયા,”પેઈ”ની વ્યાખ્યા મા આવતી ન હોવાથી રૂ 18.55 લાખના ચેક નાં કેસમા આરોપી નિર્દોષ.

તારીખ ૧૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
ખાતેદાર ના નામનો ચેક બેંકે રિટર્ન કરાવી કરેલી ફરિયાદ માં હાલોલ કોર્ટ નો મહત્વનો ચુકાદો
હાલોલ તાલુકાના દુણીયા ગામે આવેલી બેંક ઓફ બરોડા ના મેનેજર દ્વારા હાલોલ કોર્ટ માં દાખલ કરેલ નાગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ની ક્રિમીનલ ફરિયાદ નંબર ૧૩૨૩/૨૦૨૦ કે જેમાં દુણીયા બ્રાંચ નાં મેનેજર આરીફ ઐયુબ શેખ દ્વારા દાખલ કરેલ ફરિયાદ મુજબ બેંકે હાલોલ ની મારીયા સેલ્સ નામની પ્લાસ્ટિક મટીરીયલ નો વેપાર કરતી પેઢી ને ધિરાણ કરેલ જેના જામીનદાર તરીકે હાલોલ ખાતે મહંમદ સ્ટ્રીટ ખાતે રહેતા મહંમદજોન નજર અબ્બાસખાન જામીનદાર તરીકે રહીને પોતાની સહીઓ કરી આપેલી સમય જતા આ લોન ખાતુ અનિયમિત થતા બાકી પડતી રકમ રૂ ૧૮,૫૫,૪૨૧/ ની રકમનો ચેક જામીનદાર મહંમદજોન નજર અબ્બાસખાન એ તા ૨૨/૧૧/૨૦૧૯ ના રોજ નો આપેલ જે ચેક રિટર્ન થતા બેંકે નેગોસીયબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ જામીનદાર સામે હાલોલ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં જામીનદાર એટલે કે આરોપી તરફે બચાવ પક્ષના વકીલ તરીકે જે.બી જોશી હાજર રહી ઉલટ તપાસ અને દલીલો કરી હતી જેમા મુખ્યત્વે બેંકે ફરિયાદ કરેલ ચેક માં “પેઈ” તરીકે મારીયા સેલ્સ નું નામ છે. વધુમાં ફરિયાદ દાખલ કર્યા બાદ નવા આવેલા મેનેજર શુભમ સોની ની ઉલટ તપાસ દરમિયાન તેઓએ કબુલ કરેલ કે બેંક તરફથી આ કેસમાં હાજર રહેવા તેઓને અધિકૃત કરેલ હોય તેવો કોઈ પત્ર તેઓ પાસે નથી કે તેઓએ રજૂ કરેલ નથી અને ચેક માં રકમ મેળવનાર એટલે કે પેઇ તરીકે બેંકનું નામ જ ન હોવાથી બેંકને આ કેસમાં ફરિયાદ કરવાનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી હાલોલ નાં એડી.ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ પી એ માલવીયા દ્વારા અપેક્ષ કોર્ટો નાં જુદા જુદા ચુકાદા ને ધ્યાને રાખીને એન આઈ એકટ ની કલમ ૭ ,૮,૯ માં આપેલ “પેઇ” અને” હોલ્ડર” ની વ્યાખ્યા માં હાલના ફરિયાદી બેંક આવતા ન હોઈ કલમ (એ)૧૪૨ મુજબ ૧૩૮ ની કલમ હેઠળ નો કેસ બનતો નથી તેવુ ઠરાવી જામીનદાર આરોપી મહંમદજોન નજર અબ્બાસખાન રે હાલોલ ને ગત તા ૦૯/૦૩/૨૩ નાં રોજ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આમ આટલી મોટી રકમની જવાબદારી વાળા ચેક નાં કેસમા રાષ્ટ્રીયકૃત બેંક ના મેનેજર ની ગંભીર ભુલ કહો કે ગુનાહિત ભુમિકા નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.










