છેલ્લા ત્રણેક માસથી પશુ ધારા હેઠળના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને વેજલપુર પોલીસે ઝડપી પાડયો.

તારીખ ૯ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય જેને લઈ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગોહિલ પોલીસ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે છેલ્લા ગણા સમયથી પશુ ધારા હેઠળના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી વેજલપુર સરકારી દવાખાના પાછળ ખૂલ્લા મેદાનમાં ઉભેલ હોય જે બાતમી આધારે પો.સ.ઈ. આર.આર. ગોહિલ અને પોલીસ માણસો સાથે ઉપરોક્ત આરોપીની બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી મુજબનો નાસતા ફરતા વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સલીયો સિદ્દીક ટપ રહે.નાના પટેલવાડા ઉર્દૂ સ્કૂલની બાજુમાં મળી આવતા તેને પકડી ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાયદેસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા છેલ્લા ત્રણેક મહિનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.










