KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય ને નેશનલ એજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ દ્રારા સન્માનિત

તારીખ ૭ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ઇનોવેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સોલાપુર અને આઈ આઈ એમ અમદાવાદ, સૃષ્ટિ ફાઉન્ડેશન,હની બી નેટવર્ક અમદાવાદ,સેવન સ્કિલ ફાઉન્ડેશન ગુજરાત,ક્લિક જ્ઞાન અને નેટ્રા ફાઉન્ડેશન,સ્માર્ટ ન્યુઝ, ફેર ઇ અને સર જીન્યુઝ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ એજ્યુકેશન ઈનોવેશન એવોર્ડ માટે ઈનોવેટીવ શિક્ષકોનું સન્માન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે સર ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્રારા ગુજરાતમાંથી ૧૯ સારસ્વતની પસંદગી કરવામાં આવી હતી.સર ફાઉન્ડેશન ૨૦૦૬ થી દર વર્ષે આવા શિક્ષકોનું સન્માન કરે છે. આ વર્ષે પણ દેશભરના એનો શિક્ષકોના કલેક્શન કરી તેના આધારે દેશભરમાંથી ૨૫૦ ઇનોવેટીવ આઈડિયા પસંદ કરાયા હતા. જેમાં ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લા કાલોલ ની બાકરોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતિષભાઈ પ્રજાપતિ ના કોરોના કાળ દરમિયાન બાળકોના લર્નિગ લોસ માટે કરેલ નવતર પ્રયોગ’ વર્ણ વાટિકા ‘ની પસંદગી કરાઈ હતી. અને તેમણે કરેલા ઇનોવેશન બદલ મહારાષ્ટ્રના પદ્મશ્રી ગીરીશસિંહ પ્રભુણે ( શિક્ષણ શાસ્ત્રી અને સમાજસેવક ),એચ. એન.જગપત( શિક્ષણ શાસ્ત્રી ), સુહાસીની શાહ ( ડાયરેક્ટર પ્રિસીજન કંપની ) બાલાસાહેબ વાઘ તેમજ સિદ્ધરામ સર ના વરદ હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર અને ગુરુમંત્ર બુક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button