KALOL(Panchamahal)PANCHMAHAL

સોનગઢ થી દાહોદ તરફ જઈ રહેલી એસટી બસ રસ્તા વચ્ચે ખોટકાઈ મુસાફરો પરેશાન

તારીખ ૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

સલામત સવારી ના બણગા ફુક્તું એસ ટી તંત્ર નિયમિત અને સમયસર બસ ની મરામત કે સર્વિસ ના અભાવે અવારનવાર આવા બનાવો બનેલ છે.શુક્રવારે બપોરે ગોધરા વડોદરા હાઇવે ના કાલોલ તાલુકાના બેઢિયા પાટિયા પાસેસોનગઢ થી દાહોદ તરફ જઈ રહેલી એસટી બસ નાં વ્હીલ થયાં જામ મળેલ માહિતી અનુસાર એર પાઈપ તુટી જતા બસ નાં વ્હીલ હાઈવે ની મધ્યમા જ થયાં જામ હતા બસ માં મહિલા બાળકો સહિત ૬૦ થી વધૂ મુસાફરો સવાર હતા કાળઝાળ ગરમીથી વચ્ચે મુસાફરો મૂકાયા મુશ્કેલીમાં મુકાયા હતા નેશનલ હાઈવે ટીમ દ્વારા ક્રેન ની મદદ થી બસ હટાવવાના પ્રયાસ નિષ્ફળ બન્યો હતો ગોધરા એસ ટી ડેપો મિકેનિકલ ટીમ મદદ માટે મોકલવામાં આવી હોવાની માહીતી મળી છે લાંબા અંતરની બસ માં સવાર મુસાફરો રસ્તા પર રઝળી પડ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button