
તા.૩.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આદિવાસી વિસ્તાર ગણાતા પંચમહાલ જિલ્લામાં હોળી પર્વ નો અનેરો પર્વ ગણાય છે.પરંતુ હોળી પર્વ નાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે હાલોલ નગરમાં હોળી ના પર્વ ને લઇ પર્વ માં વપરાતા ધાણી ચના ખજૂર ,હાઇડા ગૌ ની સેવો વિગેરે ની હાટડીઓ લઇને બેઠેલા વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ ને બેઠેલા જોવા મળી રહ્યા છે.હોળી ધુળેટી નાં પર્વ ની ગણતરી નાં દિવસો બાકી છે છતા હાલોલના બજારોમાં મંદી નો માહોલ જોવા મળી રહ્યો છે દુકાનો લઇને બેઠેલા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે જ્યારે દર વર્ષ કરતા આ વખતે તમામ વસ્તુમાં વીસ ટકા નો વધારો પણ જોવા મળી રહ્યો છે. જોકે બીજી તરફ રોજી રોટી કમાવવા માટે ગામડા ઓમાંથી શહેર માં ગયેલા લોકો પોતાના વતન પરત ફરી રહેલા જોવા મળી રહ્યા છે જેને લઇ વતન તરફ જતા વાહનોમાં ભીડ જોવા મળી રહી છે.જોકે પ્રતિ વર્ષે હોળી પર્વ માં છેલ્લા દિવસોમાં ઘરાકી થતી હોવાથી વેપારીઓ માં આવનાર દિવસોમાં વેપાર થશે તેવી મોટી આશાઓ લઇને બેઠા છે.










