AHAVADANG

ડાંગ:“સશકત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આહવા ખાતે કિશોરી મેળો યોજાયો;

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લામા ચાલી રહેલ “સશકત અને સુપોષિત કિશોરી અભિયાન” અંતર્ગત આજરોજ આહવા ટીમ્બર હોલ ખાતે જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ ચેરમેન શ્રીમતી સારૂબેન એમ.વળવીના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળો યોજવામા આવ્યો હતો.આહવા ખાતે આયોજિત આ મેળામા ૧૦૦થી વઘુ કિશોરીઓએ અને આંગણવાડી બહેનોએ ભાગ લીઘો હતો. કાર્યક્રમમા ઉપસ્થિત વકતાઓ દ્વારા કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, ઘરેલુ હિંસા, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી.
ગુજરાત સરકારની ૧૦૦ ટકા રાજય પુરસ્કૃત કાર્યાન્વિત પુર્ણા યોજના વિશે ખાસ કરીને કિશોરીઓને જાણકારી આપવામા આવી હતી. આ યોજના હેઠળ પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામા આવે છે.
આહવા ખાતે આયોજિત આ કાર્યક્રમમા તાલુકા હેલ્થ ઓફિસર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, અભયમ ટીમ તેમજ મોટી સંખ્યામા કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

[wptube id="1252022"]
Back to top button