KALOL(Panchamahal)PANCHMAHAL

ઘુસર ગામની નદીમાંથી રેતી ખનનનાં ટ્રેકટરો ગ્રામજનો એ પકડ્યા તંત્ર ની ટીમ આવતા આગાઉ બધા રફુચક્કર.

તારીખ ૨ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

  • સાજીદ વાઘેલા કાલોલ 

 

 

કાલોલ તાલુકાના ઘુસર ગામની ગોમા નદીમાંથી અમરેલી ખનન બાબતે બે દિવસ પહેલા જ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કલર મામલતદાર તેમજ ખનીજ વિભાગ અને વેજલપુર પોલીસ સ્ટેશન માં લેખિત રજૂઆત કરી હતી જેના અનુસંધાને મીડિયામાં માં આ બાબતનો વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ગુરૂ વારના રોજ સ્થાનિકો દ્વારા ખનીજ માફિયાઓના ટ્રેકટરો પકડી પાડી  કાલોલ મામલતદાર તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન અને ગોધરાની ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રિય ટીમ  ને જાણ કરી હોવાની માહીતી મળી છે પરંતુ ત્રણેવ વિભાગની ટીમો સંયુક્ત રીતે ઘુસર ગામની ગોમા નદીમા પહોંચે તે પહેલાં ખનીજ માફિયાઓ  પોતાના વાહનો લઈને સહી સલામત રીતે નદીમાંથી પોબારા કરી ગયા હતા. તંત્ર દ્વારા પંચનામુ કરવામાં આવ્યું છે ઉપરાંત જ્યાંથી રેતી ખનન થઈ રહ્યુ છે ત્યા તંત્ર દ્વારા ખોદકામ કરી દેવામા આવેલ છે જેથી માફિયાઓના રેતી ભરેલા ટ્રેકટરો ની અવરજવર અટકે અને આ સ્થળે પોલીસ પોઇન્ટ મુકવાનું નક્કી કરેલ હોવાની માહીતી મળી છે ઉલ્લેખનિય છે કે બે વર્ષ પહેલા પણ આ સ્થળેથી કરોડો રૂપિયાની કિંમતના વાહનો સાથે ખનીજ માફીયાઓ પકડાયા હતા અને ત્યારબાદ પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યો હતો તેમ છતાં પણ કોઈક અગમ્ય કારણોસર આ બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો હતો જોઈએ હવે પછી મુકવામાં આવતો પોલીસ પોઈન્ટ કેટલા દિવસ સુધી રહે છે.

 

 

[wptube id="1252022"]
Back to top button