BANASKANTHAPALANPUR

શિહોરી 1 પે કેન્દ્ર શાળા તા – કાંકરેજ દ્વારા દુગાવાડા ખાતે એસપીસી તાલીમ અને આઈ.ટી.આઈ મુલાકાત લેવામાં આવી

2 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

માર્ચ 1 બુધવારના દિવસે શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ એસ પી સી તાલીમ અને બેગલેસ કાર્યક્રમ અંતર્ગત પંચમુખી હનુમાન દાદા મંદિર, દુગાવાડા (રતનપુરા) માં આયોજન કરવામાં આવ્યું .તે દરમિયાન આપણા કાંકરેજ તાલુકાના શિહોરી ના પી.એસ.આઇ સાહેબ તેમજ એસપીસીના ટ્રેનર સુરેશભાઈ બારોટ દ્વારા બાળકોને ટ્રેનિંગનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને બાળકોને બેગલેસ કાર્યક્રમ અંતર્ગત આઈટીઆઈની મુલાકાત કરવામાં આવી. જેમાં અલગ અલગ ટ્રેડના સાહેબોએ બાળકોને વ્યવસ્થિત અને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું.જેમાં ભરતભાઈ સાહેબ, જયેશભાઈ જુડાલ સાહેબ અને પ્રજાપતિ સાહેબ દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવી. શાળાના શિક્ષક ચેતનભાઇ ,વિનોદભાઈ અને જયશ્રીબેન દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો. શાળા પરિવાર માર્ગદર્શન આપતા તમામ સાહેબનો આભાર વ્યક્ત કરે છે.

[wptube id="1252022"]
Back to top button