કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હોળી ના તહેવાર નિમિત્તે પ્રા.શાળાઓ માં સ્થાનિક રજાની માંગણી કરાઈ..

તારીખ ૨ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તા.૭/૩/૨૦૨૩ ના રોજ હોળી ના તહેવાર નિમિત્તે પ્રા.શાળાઓમાં રજા ન હોઈ તાલુકા કક્ષાએ થી સ્થાનિક રજા ની માંગણી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી સાથે સાથે કાલોલ તાલુકા ના લાંબા સમયથી બાકી રહેલા પડતર પ્રશ્નો ના નિરાકરણ માટે TPEO વિરેન્દ્રસિંહ પરમાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં ખાસ કરીને વર્ષ-૨૦૧૧/૧૨ માં કાલોલ તાલુકા ના પ્રા.શિક્ષકો ના ઇન્કમટેક્ષ ના નાણાં પગારબીલે થી કપાત કરેલ હોવા છતાં આજદિન સુધી શિક્ષકો ના પાનકાર્ડ ના ખાતામાં જમા થયેલ ન હોવાના કારણોસર મોટાભાગના શિક્ષકો ને ઇન્કમટેક્ષ વિભાગ તરફથી નોટિસ મેલ દ્વારા મળેલ છે અને તેઓની ટેક્ષની રિકવરી પણ મળતી નથી આ બાબતે ટી.પી.ઓ ને ખાસ જણાવવામાં આવ્યું હતું.અને લાંબા સમયથી શિક્ષકો ના પુરવણી બિલ બાકી છે અને તાલુકા ના તમામ શિક્ષકો ની સર્વિસબુક અપડેટ કરવાની છેલ્લા કેટલાય વર્ષોથી બાકી છે એ બાબત ની પણ રજુઆત કરતા બાપુ એ તમામ પડતર પ્રશ્નો નું ટૂંકા સમય માં નિરાકરણ કરવાની પૂરેપૂરી ખાતરી આપતાં મહાસંઘ ના અધ્યક્ષ મંત્રી એ આભાર વ્યક્ત કરેલ હતો..










