KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની બચકા પ્રાથમિક શાળામાં ઉજવાયો ૬૫મો સ્થાપના દિવસ.

તારીખ ૨૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળાનો સ્થાપના દિવસ ઉજવાય અને તેના વિકાસમાં સમગ્ર ગ્રામજનો પણ સહભાગી થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા લેખિત પરિપત્ર કરવામાં આવેલ છે.જે અંતર્ગત કાલોલ તાલુકાની બચકા પ્રાથમિક શાળામાં ૬૫મો સ્થાપ્ના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સાલીયાવ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મિતેશભાઈ,મલાવ પગાર કેન્દ્રના મુખ્ય શિક્ષક જસ્મિનભાઈ, મલાવ સી.આર. સી. કો. ઓર્ડીનેટર તથા મલાવ સી.આર. સી.ના શિક્ષકઓ તથા ગ્રામજનો હાજર રહયા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી તથા શાળાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શાળા પરીવાર દ્વારા શાળામાં નિયમિતપણે આવતા બાળકોને ઈનામ વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત,સમગ્ર શાળા પરીવાર દ્વારા સ્વાદિષ્ટ સાત્વિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button