NATIONAL

રાજ્યની સરકાર આપી રહી છે મફત ગાય-ભેંસ!

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આદિવાસી સમાજને ગાય અને  ભેંસ એમ બે પશુ મફત આપવામાં આવશે.
મધ્ય પ્રદેશમાં આદિવાસી સમાજના લોકોની સંખ્યા ઠીકઠાક છે. આ સમાજને વધુ સહાયતા આપવા સરકાર આદિવાસી યુવાઓને પશુપાલન વ્યવસાય સાથે જોડવા જઈ રહી છે. સરકાર દ્વારા રાજ્યના બૈગા, ભારિયા અને સહરિયા સમાજના લોકોને પશુપાલન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમાજના પરિવારોને બે પશુ ગાય અથવા ભેંસ મફત આપવામાં આવશે. આ સિવાય આ પશુઓના ઘાસચારાથી લઈ તેમનાં પર ખર્ચ થતી રકમના 90 ટકા સરકાર આપશે. સરકારના નિર્ણયની માહિતી મધ્ય પ્રદેશ પશુપાલન વિભાગે તેના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર આપી છે.

માનવામાં આવી રહ્યું છે કે સરકારના પગલાથી રાજ્યમાં ન ફક્ત પશુપાલનમાં વૃદ્ધિ થશે પણ તે સિવાય આદિવાસી લોકોની બેરોજગારીની સમસ્યા પણ દુર થશે. રોજગાર મળ્યા પછી આ સમાજના લોકોની પણ આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત રાજ્યમાં રખડતા પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે.

એમપી સ્ટેટ કોઓપરેટીવ ડેરી ફેડરેશન અને સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના એમઓયૂ મુજબ મધ્ય પ્રદેશના ખેડૂતોને હવે દુધાળા પશુઓ ખરીદવા માટે 10 લાખની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવશે. જેથી રાજ્યમાં દૂધનું ઉત્પાદન વધશે. એમઓયૂ મુજબ 2,4,6, અને 8 દુધાળા પશુઓ ખરીદવા માટે રાજ્યના દરેક જિલ્લામાં પસંદગીની 3 થી 4 બેંક શાખાઓ દ્વારા લોન આપવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button