AHAVADANG

ડાંગ:આહવા ખાતે પવાર સમાજ નો ૧૩મો સ્નેહમિલન યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

મોટી સંખ્યામાં પવાર પરિવારો હાજર રહી પવાર સમાજને અન્ય વિકસિત સમાજની હરોળમાં લઈ જવા માટે મનોમંથન કર્યું હતું ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે આજ રોજ પવાર સમાજનું 13મું સ્નેહમિન કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારો પવાર પરિવારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ડાંગ જિલ્લાના આહવા ખાતે આજ રોજ સમસ્ત પવાર સમાજ પરિવારનું સ્નેહમિન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડાંગ જિલ્લો ધરમપુર, કપરાડા, સંઘ પ્રદેશ સેલવાસ તેમજ મહારાષ્ટ્ર રાજ્ય માંથી મોટી સંખ્યામાં પવાર બંધુઓ સહ પરિવાર હાજર રહ્યાં હતા આ કાર્યક્રમ ની શરૂઆત સવારે 9 કલાકે કુળદેવી ની પૂજા કરી આહવા નગરના નવાપુર રોડ પર આવેલા હનુમાનજી મંદિરથી સરઘસ કાઢી કાર્યક્રમ સ્થળ સુધી પહોચ્યા હતા ડાંગ જિલ્લામાં પવાર સમાજનો પ્રથમ જ કાર્યક્રમ હોવા છતાં હજારોની સંખ્યામાં પવાર બંધુઓ સહ પરિવાર ઉમટી પડ્યા હતા પવાર સમાજને કઈ રીતે આગળ લઈ જવાય તેના માટે ઉપસ્થિત મહાનુભવો એ આહવાહન કર્યું હતું વાસદા થી પધારેલા માજી ડિરેક્ટર મણિલાલ પવાર એ જણાવ્યું હતું કે દેશભરમાં પાટીદાર, મારવાડી સમાજ પ્રગતિ કરી રહ્યા છે વિવિધ સમિતિઓની રચના કરી સમાજને દિશા આપવામાં આવે નાસિકના નિવૃત ડિવાઇએસપી મોહન પવાર એ જણાવ્યું હતું કે આપણે બધા એક જ છે સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્યમાંથી ડાંગ વલસાડ ધરમપુર સેલવાસ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં ધંધા વેપાર માટે વિખેરાઈ ગયા છે કુંનબી, કોકણી,કુકણા બધા એક જ છે ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ પવાર એ જણાવ્યું હતું આપણા વડીલો ઝીરાનું પાણી પીને સો વર્ષ જીવતા હતા આપને આર ઑ નું પાણી પીને 60 વર્ષ જીવે છે આજની પીડી આંધલું અનુકરણ નહીં સિદ્ધાંત પર ચાલે આપણે પવાર સમાજની એવી પ્રગતિ કરીએ કે કોઈપણ સમાજ આદિવાસી સમાજની વ્યાખ્યા આપવી હોય તો પવાર સમાજની આપે બિલપુડી કોલેજના પ્રોફેસર એ જણાવ્યું હતું કે આદિવાસી કુકણા સમાજની સાથે આપણે પ્રકૃતિ સંસ્કૃતિનું જતન કરવું જોઈએ એમ ખાલી સંમેલન કરીને મીટીંગો ઘણી થઈ છે હવે નિયમો ઘડો અને પવાર સમાજને એક ચોક્કસ દિશા આપો પવાર બકરી નથી સિંહ છે માટે પવાર સમાજ ને સંગઠિત થવા આહવાહન કર્યો હતો પવાર સમાજ ના સ્થાપક રાજા રામ પવાર એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ પવાર મહાનુભવો તેમજ પરિવારો નો આભાર માની આગામી પવાર સમાજનું 14 મો સ્નેહમિલન ક્યાં યોજાશે તેના માટે શ્રીફળ મૂકી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી.

[wptube id="1252022"]
Back to top button