BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગરના એન.એસ.એસ. શિબિરનો ખંડોસણ મુકામે પ્રારંભ

25 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના એન.એસ. એસ. યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનો પ્રારંભ તારીખ-24 ફેબ્રુઆરી ના રોજ ખંડોસણ મુકામે રાખેલ. આ શિબિરના મુખ્ય ઉદ્ધઘાટક તરીકે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખ શ્રી કે.કે. ચૌધરી તથા મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ભીખાભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે આદર્શ છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી. ચૌધરી તથા અન્ય મહાનુભાવોમાં આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રી, ખંડોસણ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.આ પ્રસંગે આવેલા મહાનુભાવોએ એન.એસ.એસ. કાર્ય શિબિર વિશે માહિતગાર કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે એન.એસ.એસ.ના સ્વયં સેવકો દ્વારા પ્રથમ દિવસે ગ્રામ સફાઈ અંતર્ગત ગામનો ચોક, શાળા તેમજ ડેરીના પટાંગણ ની સફાઈ કરવામા આવી. બપોર પછી ગામમાં આવેલ પ્રાચીન હિંગળાજ માતાના મંદિરના પરિસર ની સાફ સફાઈ કરવામા આવી. આમ પ્રથમ દિવસે એન.એસ.એસ. પ્રવૃત્તિના પ્રોગ્રામ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ દ્રારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ વિદ્યાલય, વિસનગરના સારસ્વ મિત્રોએ પુરો સહયોગ પણ આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button