AHAVADANG

ડાંગ જિલ્લાનાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે કાલીબેલની સગર્ભા મહિલા સહીત નવજાત શિશુનો જીવ બચાવ્યો…..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કાલીબેલ ગામની સગર્ભા મહિલા નામે પ્રેમીલાબેન નિલેશભાઈ પવારને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો.108 એમ્બ્યુલન્સની ટીમને કોલ મળતા ટીમ કાલીબેલ ગામે પોહચી હતી.અહીથી સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સમાં લઈ આહવા સિવિલ હોસ્પિટલ તરફ રવાના થયા હતા.પરંતુ આ સગર્ભા મહિલાને અર્ધે માર્ગમાં જ પ્રસૃતીનો અસહ્ય દુખાવો ઉપડતા ફરજ પરનાં ઈ. એમ.ટી.હિરેન ધૂમ અને પાયલોટ કિર્તીભાઈને 108 એમ્બ્યુલન્સને માર્ગમાં સાઈડમાં ઉભી રાખી આ મહિલાની સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકીને જીવતદાન આપ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં 108 એમ્બ્યુલન્સ ટીમનાં ફરજ પરનાં કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી માતા અને બાળકીને જીવતદાન આપતા આ મહિલાનાં પરિવાર સહીત 108 એમ્બ્યુલન્સનાં પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર દ્વારા કામગીરીને બિરદાવી હતી..

[wptube id="1252022"]
Back to top button