HALOLPANCHMAHAL

હાલોલના ટીંબી નજીક સર્જાયો અકસ્માત,બાઈક ચાલક નું નિપજ્યું મોત

તા.૨૪.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

વડોદરાના નવાયાડ શ્રીનગર મલ્ટીફ્લેક્સ ની સામે રહેતા અને સ્ટાર ટેમ્પો સર્વિસ આજવા ચોકડી વડોદરા ખાતે નોકરી કરતા દિનેશભાઇ નિંબાભાઈ સુર્યવંશી ને હાલોલ ના ટીંબી પાસે પોતાની બાઈક ના સ્ટેરીગ ઉપર થી કાબુ ગુમાવી ડિવાઈડર સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માત માં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવ ની પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નવાયાડ શ્રીનગર મલ્ટીફ્લેક્સ ની સામે રહેતા અને સ્ટાર ટેમ્પો સર્વિસ આજવા ચોકડી વડોદરા ખાતે નોકરી કરતા દિનેશભાઇ નિંબાભાઈ સુર્યવંશી ગત રોજ રાબેતા મુજબ સવારે નોકરી ઉપર ગયા હતા.મોડી સાંજ અને મોડી રાત્રી સુધી ઘરે પરત નહિ ફરતા પરિવાર ના લોકો ચિન્તિન બની તેમના મોબાઈલ ઉપર સંપર્ક કરતા રહ્યા.પરંતુ તેમનો સંપર્ક થયો ન હતો.જ્યાં નોકરી કરે છે ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ બાઈક લઇ બજાર માં કામથી જાઉં છું. તેમ કહી નીકળેલ છે.અને હજુ સુધી પાછા આવ્યા નથી.જેથી પરિવાર જણોએ વારંવાર તેમના મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડયો ન હતો.જેથી તેઓ વધારે ચીંતા કરવા લાગ્યા હતા.વહેલી સવારે 6.00 કલાકે તેમના મોબાઈલ ઉપર સંપર્ક કરતા કોઈ અજાણ્યા ઈસમે ફોન ઉપાડ્યો હતો.અને જણાવ્યું કે આ ભાઈ નો અકસ્માત થયો છે.તેમનું અકસ્માત માં મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.દિનેશભાઇ તેમના પરીવાર માં પત્ની તેમજ બે નાના બાળકો ને વિલાપ કરતા મૂકી ગયા છે. બનાવ ની જાણ થતા તેમના પરીવારજનો હાલોલ ખાતે દોડી આવ્યા હતા. બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત નો ગુનો નોંધી મૃતક દિનેશભાઇ નું પી.એમ કરાવી તેમના પરિવાર ને સાપ્યો હતો.દિનેશભાઇ વડોદરાથી હાલોલ તરફ ક્યારે અને કેમ આવ્યા હશે તે અંગે એક રહસ્ય બની ગયું છે. જોકે સત્ય પોલીસ તપાસ માં જ બહાર આવી શકે તેમ છે.

[wptube id="1252022"]
Back to top button