BANASKANTHAPALANPUR

કાંકરેજના કવિ કુલદીપ ઠક્કરના અજવાળું કાવ્યસંગ્રહનું સાહિત્યોત્સવમાં ભવ્ય વિમોચન

24 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા સાહિત્યકાર -કવિ ડુગરાસણ પ્રાથમિક શાળાના આચાર્ય કુલદીપકુમાર પ્રહલાદભાઈ ઠકકરના અજવાળું કાવ્યસંગ્રહનું ભવ્ય વિમોચન ગુજરાત સાહિત્ય અકાદમી,ઝેડકાર્ડ પબ્લિકેશન અને ગુરુકુળના સંયુક્ત ઉપક્રમે એસજીવીપી ખાતે યોજાયેલ સાહિત્યોત્સવમાં પદ્મશ્રી પ્રવીણ દરજી અને ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ ભરત જોશી ‘ પાર્થ મહાબાહુ ‘ ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સંત ભાણદેવજી , ડૉ. નિરંજન રાજ્યગુરુ, કવિ કૃષ્ણ દવે, લોક સાહિત્યકાર અને કવિ અરવિંદ બારોટ , રવજીભાઈ ગાબાણી ઉપરાંત ગુજરાતભરમાંથી અનેક કવિઓ ,સાહિત્યકારો ઉપસ્થિત રહેલ.જીસીઈઆરટીના હરેશભાઈ ચૌધરીને આ કાવ્યસંગ્રહ અર્પણ કરાયેલ છે. એક્સઠ જેટલાં કાવ્યો સાથેના આ કાવ્યસંગ્રહમાં ગીતો અને ગઝલોનો સમાવેશ થયો છે. યશપાલ વાઘેલા ના જણાવ્યા અનુસાર કાવ્યો ના સર્જન માટે માર્ગદર્શન અને ઉત્સાહ આપવા બદલ ડૉ.કુલદિપ ઠક્કરે બનાસકાંઠા સાહિત્ય પરિષદ ઉપરાંત મુસાફિર પાલનપુરી, નૈષધભાઈ મકવાણા, તથા અનેક કાવ્ય પ્રેમી મિત્રોનો આભાર માન્યો હતો. અગાઉ કવિની એક રચના ‘ તું ખોવાઈ ગયો ‘ ને મનાંકન દ્વારા પારિજાત એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

[wptube id="1252022"]
Back to top button