BANASKANTHAPALANPUR

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વડા ખાનપુરવાસ પ્રા. શાળાના આચાર્ય શૈલેષભાઈ રાવળદેવ

24 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વડા ગામના ખાનપુરાવાસ પ્રા.શાળાના આચાર્ય તથા શ્રી હનુમાન દાદાના પરમ ભક્ત-ઉપાસક રાવળદેવ શૈલેષભાઈ મેવાભાઈ ના સુપુત્ર ચિ.અંકિત (એમ.બી.એ.)લગ્ન પ્રસંગે પોતાની જાન લઈ બળદગાડામાં બેસી વેલડામાં થરા ખાતે પરણવા પધાર્યા હતા.નટવરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર  કાંકરેજ તાલુકાના અમુક ગામોમાં હજુ જૂની પરંપરા જળવાઈ રહી છે.જૂની પરંપરા અનુસાર રાવળદેવ સ્મિતાબેન શૈલેષભાઈ મેવાભાઈ વડાનો ચિ. અંકિત રાવળદેવ ગત રવિવારે  બળદ ગાડામાં (વેલડામાં) બેસી બળદ ગાડામાં સાજન માજન તેમજ પરિવાર સાથે જાન જોડી સમાજના રીત રિવાજ પ્રમાણે તાતોસણ નિવાસી હાલ થરા કર્ણાવતી સોસાયટીમાં રહેતા થરા જી.ઈ.બી.કર્મચારી રાવળદેવ ભરતભાઈ લક્ષમણભાઈ ની સુપુત્રી છાયા (એમ.એસ.સી.બી. એડ.) સાથે પરણવા જાન લઈ ને આવેલ.જીવનમાં લગ્નને લઈ ધનિક પરિવારો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે.મોંઘી ગાડીઓમાં વરરાજા તેમજ જાનૈયા લગ્ન માટે જાન જોડી જતાં હોય છે. જોકે વર્ષો પહેલા બળદ ગાડા તેમજ ઊંટ લારી,બગી સણગારીને જાન લઈ જવામાં આવતી હતી.સમય બદલાતા હવે રોડ રસ્તા બની જતા અને લોકો હવે ડી.જે.તાલે મોંઘી ગાડીઓમાં જાન લઈ જતા હોય છે.ત્યારે કાંકરેજ તાલુકાના શિક્ષિત વર્ગે સાદાઈ થી લગ્ન કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા મથામણ કરી છે.અનેક બળદ ગાડા સાથે વેલડામાં થરા ખાતે આવેલી જાનને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button