ખંભાળિયા તાલુકાની કજુરડા પ્રાથમિક વાડી શાળા ખાતે જી ૨૦ અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાઇ

શાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ વસુદેવ કુટુમ્બકમ, વન નેશન વન અર્થ જેવા વિષયો પર રચનાત્મક પોસ્ટર રજૂ કર્યા
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
આપણો દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતને જી -૨૦ ની અધ્યક્ષતા મળતા વધુ એક યશકલગી ઉમેરાઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પણ જી ૨૦ હેઠળ અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સમાવિષ્ટ ૧૯૬ શાળાઓમાં જી ૨૦ હેઠળ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા તાલુકાની કજુરડા પ્રાથમિક વાડી શાળામાં જી ૨૦ અંતર્ગત પોસ્ટર સ્પર્ધા યોજાઇ હતી.જેમાં વિદ્યાર્થીઓને વાસુદેવ કુટુમ્બકમ, વન નેશન વન અર્થ જેવા વિષયો ઉપર માહિતીસભર પોસ્ટરો રજૂ કર્યા હતા. આ પોસ્ટર સ્પર્ધામાં શાળાના કુલ ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કજુરડા પ્રાથમિક વાડી શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ શાપરિયા તથા શ્વેતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.









