BANASKANTHAPALANPUR

થરા બહુચર માતાજી મંદિરનો ૧૪ મો પાટોત્સવ યોજાયો તેમજ શોભાયાત્રા નીકળી

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જૂના ગામતળમાં બિરાજમાંન રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજીના નવીન મંદિરના જીર્ણોધારને યશપાલ ટી.વાઘેલાના જણાવ્યા અનુસાર આ ફાગણ સુદ-૩ ને બુધવાર તા.૨૨/૦૨/૨૦૨૩ ના રોજ ૧૪ વર્ષ પૂર્ણ થતા શ્રી બહુચર માતાજી મંદિરનો ૧૪મો પાટોત્સવમાં પ.પૂ. મમતામૈયાના આશિર્વચનથી કૌશિકભાઈ સોની, ભાઈલાલભાઈ સોની,સનીભાઈ સોનીના યજમાન પદે પંડિત રમેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી હવન યોજાયો હતો.શ્રીફળ હોમી આરતી બાદ બહુચરમાતાજીના નિજમંદિરેથી પાલખીમાં શ્રી બહુચર માતાજીની મૂર્તિને ધામધૂમ મંત્રોચાર સાથે બેસાડી શોભાયાત્રા નીકળેલ જે દરબારગઢ , જૈન શેરી,મોચી શેરી, હાઈસ્કૂલ રોડ થઈ તણા રોડ પર બિરાજમાન શ્રી બહુચર માતાજી ના મંદિરે પહોંચેલ ત્યાંના પૂજારી મુકેશભારથી ગૌસ્વામી માતાજીની આરતી દ્વારા સ્વાગત કરેલ.શ્રી બહુચર ગૃપના કાર્યકરો દ્વારા શેરડીના રસનો પ્રસાદ આપવા માં આવ્યો હતો.પ્રસાદ લઈ શોભા યાત્રા શાક માર્કેટ થઈ ઝાઝાવડા વાળીનાથ મહાદેવ મંદિર રોડ, સદુજી વાસ,પટેલ વાસ,રાવળ વાસ, પ્રજાપતિ વાસ,જૂના પોલીસ સ્ટેશન થઈ નિજમંદિરે પહોંચી સાંજે આરતી બાદ પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા.આ શોભાયાત્રામાં થરા બહુચર માતાજી મંદિરનાપૂજારી, નિરંજન ભાઈ સોની, ગોવિંદભાઈ પ્રજાપતિ, પરેશભાઈ પટેલ,લક્ષ્મણ ભાઈ, અલ્પેશભાઈ પ્રજાપતિ, તેમજ થરા – તાણા નગરના ભાવિક ભક્તો જોડાયા.

[wptube id="1252022"]
Back to top button