JETPURRAJKOT

આઈ.ટી.આઈ. દ્વારા ભરતી મેળા થકી ૫૪ ઉમેદવારોની પસંદગી

તા.૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આઇ.ટી.આઇ.રાજકોટ દ્વારા આયોજિત ભરતીમેળામાં ૫૪ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા એમ.જી. મોટર્સ ઇન્ડિયા પ્રા. લી. હાલોલ, ગુજરાત માટે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની ટ્રે‌ઈનીની જુદીજુદી જગ્યાઓ જેવી કે, પ્રેસ, બોડી, પે‌ઇન્ટ, વ્હીકલ એસેમ્બ્લી, ક્યુ.એ.મેન્ટેનન્સ અને યુટીલિટીઝ વર્ક માટે ૧૦૦ જેટલી જગ્યાઓ માટે યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં ૧૭૪ ઉમેદવાર હાજર રહ્યા હતા.

આ ભરતી પ્રક્રિયામાં હાજર ઉમેદવારોની સ્ક્રીનીગ પ્રક્રિયા પૂર્ણ કરી, ઈન્ટરવ્યુ બાદ જરૂરી લાયકાત ધરાવતાં ૫૪ ઉમેદવારોની પસંદગી કરી કરવામાં આવી હતી. મેડીકલ ટેસ્ટ કર્યા બાદ ઉમેદવારોની સીધી ભરતી કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને ફ્રી કેન્ટીન અને ટ્રા‌ન્સપોર્ટેશન સહીતની અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર છે. પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે તેમ આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button