“આપકે દ્વાર આયુષ્યમાન” અંતર્ગત કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મા અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો

તારીખ ૨૨ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બુધવારે આપકે દ્વાર આયુષ્યમાન અંતર્ગત PMJAY યોજના હેઠળ મા વાત્સલ્ય યોજના હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબો માટે નાની મોટી ગંભીર પ્રકારની બિમારીઓ સામે ઉચિત સારવારવિના મુલ્યે પુરી પાડવામાં માટે સેવા પુરી પાડતી યોજના મા અમૃતમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે નો કેમ્પ યોજાયો હતો જેમા કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,તાલુકા હેલ્થ ઓફીસર ડો મિનેશ દોશી,નરેદ્ર મોદી વિચાર મંચ નાં રાજેન્દ્ર જોશી અને આરોગ્ય કર્મચારીઓ ની હાજરીમા મા અમૃતમ યોજના હેઠળ જરૂરી દસ્તાવેજો ધરાવતા લાભાર્થીઓ માટે નવા કાર્ડ આપવા જુના રીન્યુ કરવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા અણીના સમયે અગવડ ન પડે તે માટે આયુષ્યમાન કાર્ડ ક્ઢાવી લેવા અપીલ કરવામાં આવી છે. આ ઊપરાંત આગામી દિવસોમાં દરેક ગામમા ડોર ટુ ડોર પણ મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ આપવા માટે ના કેમ્પો યોજવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.










