BANASKANTHAPALANPUR

રાજ્ય સભાના સાંસદ ઠાકોર જુગલ સિંહ લોખંડવાલા સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ

22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાજ્ય સભાના સાંસદ, ગુજરાત નું કેન્દ્ર સરકાર માં સફળ નેતૃત્વ કરતા ઠાકોર જુગલ સિંહ લોખંડવાલાએ ભારત સરકારના વેપાર વાણિજ્ય, પેટ્રોલિયમ અને ઓ.ઈન.જી.સી , પ્રવાસન વિભાગ ની વિવિધ કમીટીઓ માં મહત્વ ના વિકાસ કાર્યો માં સક્રિય ભૂમિકા અદા કરી સતત લોકો ના પ્રાણપ્રશ્નોને વાચા આપી છે. ઉપરાંત વડગામ વિધાનસભા ક્ષેત્રમાં તમામ સમાજો , તમામ ગામોને લક્ષ્યમાં રાખી વિકાસ કામો ની નોંધપાત્ર ગ્રાન્ટો ફાળવી છે. આ માહિતી આપતાં પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું કે ગતરોજ વડગામ તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ બાલકૃષ્ણ જીરાલા, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા કારોબારી સદસ્ય પરબતજી ઠાકોર સહિત તાલુકા ના અગ્રણીઓ એરાજ્યસભા સાંસદ ઠાકોર જુગલ સિંહ લોખંડવાલા ની શુભેચ્છા મુલાકાત કરી વડગામ તાલુકા માં ધન્વંતરિ રથ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button