BHARUCH

જંબુસર ગુજરાત મા વધતા જતા વ્યાજખોરી ના દૂષણ ને નાથવા માટે ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરેલ એક નવતર અભિગમ

જંબુસર
ગુજરાત મા વધતા જતા વ્યાજખોરી ના દૂષણ ને નાથવા માટે ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરેલ એક નવતર અભિગમ ના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ ના માર્ગદર્શન હેઠળ જંબુસર સ્વામી નારાયણ મંદિર સભાખંડ ખાતે જબુંસર ડીવીઝન સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આયોજીત મધ્યમ વર્ગના જરૂરીયાત મંદ લોકો માટે લોન-ધીરાણ માર્ગદર્શન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હોવાના તથા આ માર્ગદર્શન કેમ્પ મા મોટી સંખ્યા જરૂરિયાત મંદ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ગુજરાત મા વધતા જતા વ્યાજખોરી ના દૂષણ ને નાથવા માટે ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરેલ એક નવતર અભિગમ ના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ ના માર્ગદર્શન હેઠળ જંબુસર સ્વામી નારાયણ મંદિર સભાખંડ ખાતે જબુંસર ડીવીઝન સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડીવાયએસપી પી.એલ.ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મધ્યમ વર્ગના જરૂરીયાત મંદ લોકો માટે લોન-ધીરાણ માર્ગદર્શન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ.જંબુસર ડીવીઝન ના નાયબ પોલીસ અધિક્ષક પી.એલ. ચૌધરી ની અધ્યક્ષતા મા યોજાયેલ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ ના પ્રારંભે ડીવાએસપી પી.એલ. ચૌધરી એ જરૂરીયાત મંદ લોકો ને લાભ લેવા અપીલ કરી હતી.આ કેમ્પ મા જંબુસર નગરની વિવિધ આઠ બેંકો જોડાઈ હતી. બેંકો દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓને સમજૂતી આપી વહેલી તકે અને સરળ તાથી લોન પ્રાપ્ત થઈ શકે તે માટે “લોન-ધીરાણ માર્ગદર્શન આપવામા આવ્યું હતું.આ કેમ્પ નો ૧૦૦ થી વધુ મધ્યમ વર્ગના લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ મા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. રબારી, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તડવી,વેડચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.તુવર,કાવી પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એ.પરમાર સહિત સ્ટાફ ના માણસો ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button