HALOLPANCHMAHAL

નવસારી:મુફ્તી સૈયદ અમિરુદ્દીન જીલાની (ર.અ) નાં ૯૪ માં વાર્ષિક ઉર્ષની ઉજવણી કરાઇ.

તા.૨૧.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુક્તિએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી બે દિવસિય કરવામાં આવી રહી છે.જેમાં ઉર્સનાં પ્રથમ દિવસે ડબગરવાડ બજમે અમીરે મિલ્લત ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું.મુક્તિ સૈયદ અમીરુદ્દીન જીલાની (ર.અ) મહાન સુફી સંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંત છે.આ ઉર્સ પ્રસંગે વડોદરા ની રાતીબે રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી.જુલુસમાં વિવિધ દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.જ્યારે રાજમાર્ગો પરથી પસાર થતાં નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.જ્યારે જુલુસ નગરમાં ફરી પરત દરગાહ ખાતે પહોંચ્યું હતું.જેમાં મુક્તિ સૈયદ અમીરુદ્દીન જિલાની (ર.અ) ના પપોત્ર અને વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતિ અને કાજીએ ગુજરાત સૈયદ મોયુનુદ્દીન બાબા સાહેબના હાથોથી દરગાહ ખાતે સંદલ શરીફ તેમજ ચાદર ગુલપોશીની રસમ અદા કરવામાં આવી હતી.અને સાંજે દબગરવાડ માં રાતિબે રીફાઈ નો ભવ્ય જલસો યોજાયો હતો.ત્યારબાદ સલાતો સલામ અને દુવા અને લંગરની વેહચની કરવામાં આવી હતી.જેમાં ગાદીપતિ સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરી,સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી,સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા ગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટયા હતાં.

[wptube id="1252022"]
Back to top button