MORBIMORBI CITY / TALUKO

મોરબી જુલતા પુલ દુર્ઘટનામાં SITના રીપોર્ટ ના મુખ્ય અંશ જાણો

મોરબી જુલતા પુલ દુર્ઘટનામાં SITના રીપોર્ટ ના મુખ્ય અંશ જાણો

30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ૧૩૫થી વધુ લોકોનાં મોત થયા હતા.મોરબી પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે નીમેલી SITનો પ્રિલીમનરી રીપોર્ટ સામે આવ્યો છે. આ રીપોર્ટમાં એવું જણાવાયું છે કે, ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ અનુમતિ જરૂરી હતી જે લેવામાં નહોતી આવી. તે ઉપરાંત આ કરાર બાદ પણ જનરલ બોર્ડમાં આ અંગેની સંમતિ માટેનો મુદ્દો નહોતો મુકાયો.

 


મોરબીના ઝુલતા પુલનું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લીધો નહોતો. પુલનું સક્ષમ ટેકનીકલ અને એક્સપર્ટને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરાયું હતું. રીપેરીંગનું કામ શરૂ કરતાં પહેલાં મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું પણ ટેસ્ટિંગ નહોતુ કરાયું. તે ઉપરાંત 49માંથી 22 કેબલ પહેલેથી જ કાટ વાળા હતાં. આ વાયરો પુલ તૂટ્યો તે પહેલા જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા હતાં.
નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડરને વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું.ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.SITના રિપોર્ટ અનુસાર ઓરેવા કંપની, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ આ કરારમાં સહી કરનારા હતા. તેમણે આ મુદ્દાને બરાબર ધ્યાને લીધો નહોતો. પુલનું રિપેરીંગ કામ શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું.

[wptube id="1252022"]
Back to top button