સોમનાથ મારુતિ બીચ પર ઇતિહાસમાં પ્રથમ વખત પંચમહાભૂત નો અનુભવ કરાવતી પાર્થેશ્વર પૂજા કરાવવામાં આવી

સોમનાથ તીર્થના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી પાર્થિવ શિવલિંગ પૂજા પાર્થેશ્વર પૂજન સ્વરૂપે સમુદ્ર તટે યોજવામાં આવી હતી. પાર્થેશ્વર પૂજામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત બસો થી વધારે શ્રદ્ધાળુઓ શિવપાર્થેશ્વર પૂજામાં જોડાયા હતા. આ પૂજા ઐતિહાસિક એટલા માટે બની હતી કારણ કે પૂજામાં એક ગ્રામ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પાત્રોથી લઈને થેલી, પૂજાના દ્રવ્યો તમામ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ ની બનાવવામાં આવી હતી. સાથે સોમનાથ ટ્રસ્ટી સમગ્ર સોમનાથ તીર્થ નિર્મલ બનાવવા નિર્મલ સોમનાથનો સંકલ્પ કરાવ્યો હતો. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે જેમાં આવડું મોટું પૂજન થયા બાદ પણ એક પણ સફાઈ કર્મીએ નીચેવાળી અને કચરો એકઠું કરવાની જરૂર નહોતી પડી. આટલી સ્વચ્છતા પૂજા કરનાર ભક્તો દ્વારા રાખવામાં આવી હતી.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ






